મોરબી: કોરોના મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું.
જેમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સવારે 5.30 વાગ્યાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના 15 સ્વયંસેવક દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. સરકારી હોસ્પિટલના મેદાનમાં સફાઈ કરી કચરો ત્યાં જ સળગાવીને નાશ કરવામાં આવેલ હતો. આ સ્વચ્છતા અભિયાનમાં રાજકોટ વિભાગના સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારા, મોરબી જીલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારીયા તથા અન્ય સ્વયંસેવક સેવા કાર્યમાં જોડાયા હતા.
