મોરબી: મોરબી રાજકોટ ફોરલેન હાઇવે ઉપર વચ્ચેની સાઈડમાં લીમડો અને કણજનાં વૃક્ષ વાવી ભવીષ્યમા દુર્ઘટના નોતરતા હોય તેવુ હાલ નજરે પડી રહ્યું છે. જો આ વૃક્ષોની સમયસર કાપણી કરવામાં ન આવે તો ઘણીવારા અકસ્માત સર્જી શકે છે. લીમડો અને કણજનાં વૃક્ષ મોટા થતાં વિસ્તારમાં વધુ ફેલાવો લે છે જેથી તેમની ડાળીઓ રોડ ની બંને બાજુ ફેલાય છે. વાવાઝોડુ, વધુ વરસાદ તેમજ વૃક્ષની ડાળીઓનો વજન વધવાથી વૃક્ષ કા તો ધરાશાયી થાય છે અને કા તો ડાળી તુટી નીચે પડી જાય છે. આવા સમયે જો વૃક્ષો નીચે કોઈ વાહન પસાર થતું હોય તો અકસ્માત પણ સર્જાય છે અને ઘણી વખત મનુષ્યના જીવ જતા હોય છે.

આવા વૃક્ષો અપ અને ડાઉન એટલેકે ફોર લેન રોડ વચ્ચે ના ઉછેરવા કારણકે આવા વૃક્ષો ખુબજ મોટા થતા હોય ફોરલેન રોડની બન્ને બાજુ વાવવા જોઈએ.
વચ્ચેના ભાગના નાના અને મધ્યમ પ્રકારના વૃક્ષો વાવવાથી અકસ્માતનો ભય પણ ઓછો રહે.
હાઇવે ઉપર વચ્ચેની લાઈનમાં વૃક્ષ વાવવાનું કામ મોટે ભાગે હાઇવે ઓથોરિટી ટેન્ડર પ્રક્રિયા કરીને જે તે એજન્સી પાસે તમામ માલ સમાન મજૂરી સાથે કામ કરાવતી હોય છે. જ્યારે રોડ સાઈડમાં અને વચ્ચેની લાઈનમાં ક્યા કયા વૃક્ષો વાવવા જ એવી કોઈ ગાઈડલાઈન નથી પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં અધિકારીની મન્સુબી ઉપર પણ આધાર રહેતો હોય છે.હાઇવેને પાણીથી કોઈ નુકશાન ન થાય,જતા આવતા વાહનોની લાઈટો એક બીજા ઉપર સીધી રીતે ન પડે,રોડ જુદા જુદા ફલાવરિંગથી સુશોભીત દેખાય,તેમજ અતિ મોટા,લાંબા મૂળિયાથી રોડને નુકશાન ન થાય, અને અતિ ભારે વૃક્ષો 50/100 વર્ષે વાવાઝોડા કે અતિ ભારે વરસાદમાં ઉથલી ન પડે કે તેના ભારે ડાળાં તૂટી ન પડે અને જાન માલનું કોઈ નુકશાન ન થાય,તેમજ અતિ ઊંચાઈએ ન વધે અને બટકણ ન હોય તેવા પ્રકારના તેમજ સુશોભીત મીડીયમ ઘેરાવો ધરાવતા વૃક્ષો વાવવામાં આવે એવી રાજ્ય સરકારની ગાઈડ લાઇન હોઈ શકે.

2003-04માં મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર રેપીડ એક્શન ગ્રોથની સિસ્ટમથી મોટા વૃક્ષો મોટા જેસીબીથી મૂળ સાથે ઉખાળીને રી-પ્લાન્ટિંગ કરવામાં આવેલ પણ રિઝલ્ટ 5% નહોતું આવ્યું.હવે આપ ખાતાના જ છો એટલે ક્યાં પ્રકારના વૃક્ષો વાવવા અને ક્યાં નહીં એ સહેલાઈથી નક્કી કરી શકશો.
અંગ્રેજો અને રાજા મહારાજાઓએ રોડ ઉપર ફક્ત લીમડા,ખાટી આમલી, વડ, પીપલ,તેમજ 200/500 વર્ષ ટકી રહે એવા ઝાડો વાવેલા જે આપણે રોડ પહોળો કરવાના વિકાસ પાછળ કાપી નાખેલ છે જેનો પુરાવો ગુજરાતના હાઇવે છે.

નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયા જે NHAIથી ઓળખાય છે ,તે ટેન્ડર પ્રક્રીયાથી રોડ ડિવાઈડરનું કામ કરાવે છે.તેઓ પાસે રોપાની જાત વિષે માહિતી ઉપલબ્ધ હોય છે.તે પ્રમાણે કામ કરવાનું હોય છે.તેમાં શ્રબ પ્રકાર ના સુશોભિત જાતનાં છોડ વાવવામાં આવેછે.તેમાં બોગનવેલ,એકઝોરા,ટીકોમા, પીળા વાસ,પોનસેટીયા,ડયૂરેન્ટા લેમન,એક્રેલીફા-લાલ,લીલા,પીળા
ટગરની જાતો,ચંપા,વિગેરે જાતો હોય છે.જેથી માર્ગ પર જતા,આવતા વાહનોનું વિઝન,લાઈટોનું પ્રમાણ વિગેરે જળવાઈ રહે.તેને માવજત કરી
ચેસ્ટ હાઈટ કરતાં વધારે ઊંચાન થાય,તેની કાળજી રાખવા ની હોય છે.
તેથી રાજકોટ મોરબી ફોરલેન હાઇવે ઉપર વચ્ચેની સાઈડમાં વાવવામાં આવેલ લીમડો અને કણજના વૃક્ષોનો યોગ્ય જગ્યાએ નીકાલ કરી શ્રબ પ્રકારના સુશોભિત જાતનાં છોડ વાવવામાં આવે તેવી વિનંતી. જેથી આવનારા સમયમાં કોઈ અકસ્માત ન સર્જાય અને ભવિષ્યમાં મોટી દુર્ઘટના ન ઘટે.