મોરબી રવાપર ઘુનડા રોડ ઉપર ઓમકાર રેસીડેન્સી સામેથી સોહિલ ઉર્ફે સવો સલીમભાઇ મોવર (રહે. મહેન્દ્રપરા શેરી નં. ૧૪,મોરબી) વાળો પોતાનાં એકસેસ મોટરસાયકલમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સનં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજીનલ ફોર સેલ ઈન હરિયાણા ઓન્લી લખેલ શીલબંધ બોટલો નંગ. ૨ (કિં.રૂ. ૬૦૦) તથા મો.સા. (કિં.રૂ.૫૦,૦૦૦) મુકી નાસી ગયો હતો. પોલીસે વિદેશી દારૂ અને મો.સા. સહીત કુલ કિં.રૂ. ૫૦,૬૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપી સોહિલ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.