મોરબી પ્રજાપતિ સમાજના અગ્રણી અને ભારત સરકારના નોટરી ભાણજીભાઈ મોતીભાઈ વરીયા અને યુવા વકીલ ધર્મેન્દ્ર બારેજીયાનું દક્ષ પ્રજાપતિ સમાજ ગુજરાત સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ દ્વારા પ્રજાપતિનો ચાકડો આપી તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
વરિયા પ્રજાપતિ બોડીંગમાં સતત 9 વર્ષ સુધી પ્રમુખ તરીકે તથા ટ્રસ્ટી તરીકે ભાણજીભાઈ મોતીભાઈ વરીયાએ સમાજને ઉપયોગી થયા છે. તેમજ વકીલ અને નોટરી તરીકે સમાજના કાયદાકીય નોલેજ સામાજિક નોલેજ સમાજને ફ્રી સેવા આપતા સાથે સેવા બજાવતા ધર્મેન્દ્ર એન બારેજીયા યુવા વકીલ પણ સમાજના નાના મોટા કોઈપણ કામ માટે સેવા આપતા હોય જેથી નોટરી ભાણજીભાઈ મોતીભાઈ વરીયા અને યુવા વકીલ ધર્મેન્દ્ર એન બારેજીયાનું દક્ષ પ્રજાપતિ સમાજ ગુજરાત સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ હસમુખભાઈ બી.વામજા દ્વારા સન્માન કરાયું હતું.