મોરબી માળીયા ફાટક પાસે આગામી ૨૪ જુલાઈના રોજ વેલનાથ બાપુના મંદીરે પ્રાણપ્રતિષ્ઠા સાથે મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના માળીયા ફાટક સામે બનાવેલા વેલનાથ બાપુના મંદિર ખાતે આગામી તા.૨૪ જુલાઈ શનિવારને ગૂરૂપૂર્ણિમાના પાવન દિવસે વેલનાથ બાપુના મંદિરે પ્રાણપ્રતિષ્ઠાની સાથે શિખર ધ્વજા ચડાવવાનુ રાખેલ છે. ત્યારબાદ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવેલ છે. જેથી ઠાકોર સમાજના દરેક લોકોને ભાવભર્યુ જાહેર આમંત્રણ પાઠવેલ છે. તેવુ મંદીરના આગેવાન મનુભાઈ સુરાભાઈ ઉપાસરીયાની એક યાદીમાં જણાવ્યુ છે.
