મોરબી માર્કેટ યાર્ડમાં ખેડૂત વિભાગે પ્રમુખ મગનભાઈ વડાવીયાની કામગીરીને મંજૂરીની મોહર મારી સહકાર પેનલને વિજય બનાવવા બદલ ખેડૂતોની કોઠાસુજને બિરદાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા
મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની તાજેતરની યોજાયેલ ચુંટણીમાં વર્તમાન ચેરમેન મગનભાઈ વડાવીયાની ભાજપ પ્રેરિત સહકાર પેનલને ભારે મોટી બહુમતીથી સાંપડેલ પ્રચંડ વિજયે મોરબી પંથકના ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડની વર્તમાન બોડી ઉપર મૂકેલો ભારે મોટો વિશ્વાસ અભિનંદનને પાત્ર છે. એમ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે. મોરબી માર્કેટ યાર્ડમાં મગનભાઈ વડાવીયાના નેજા હેઠળ ખેડૂતલક્ષી કામગીરી બેનમૂન રહી છે. ખેડૂતોએ પુનઃ પ્રવર્તમાન પ્રમુખ મગનભાઈ વડાવીયાની પેનલને જીતાડીને ફરી પાંચ વર્ષ સાશનના સૂત્રો સંભાળવાનો અવસર આપ્યો છે ત્યારે આ ચૂંટાયેલા સૌ ડિરેક્ટરશ્રીઓ માર્કેટિંગ યાર્ડના માધ્યમ થકી ખેડૂતોની સેવા કરવામાં સહેજેય કચાસ નહીં રાખે તેવો મને પૂરો ભરોશો છે.
મોરબી માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રનું પ્રથમ હરોળનું અગ્રિમતા ધરાવતું માર્કેટિંગ યાર્ડ છે. તેનું સુકાન ભાજપ પ્રેરિત સહકાર પેનલના હાથમાં ખેડૂતોના હિતમાં વધુ સલામત જણાતા સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, પૂર્વ પંચાયત મંત્રી અને ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા સહિતના સૌ આગેવાનોએ જહેમત ઉઠાવીને વિજય ડંકો વગાડયો છે. તે પણ સરાહનીય છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સહકાર પેનલમાથી ચૂંટાયેલા પ્રત્યેક સભ્યઓને વ્યક્તિગત અભિનંદન આપી ખેડૂતોના હિતમાં માર્કેટિંગ યાર્ડ કાર્યરત રહે તે માટે જાગૃતી કેળવાય તેને અનિવાર્ય લેખાવી છે.