મોરબી: મોરબી કંડલા બાયપાસ પંચાસર ચોકડી થી વાવડી ચોકડી વચ્ચે ક્રિષ્ના હોલ સામે રોડ ઉપર મારુતિ કારે બાઇકને હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ક્રિષ્ના પાર્કમાં રહેતા રહેતા શબીરભાઈ યુસુફભાઈ ઠેબા (ઉ.વ.૨૧)એ મારૂતી ફ્ન્ટી કાર નં-GJ-03-DD-3334ના ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૭ના રોજ ફરીયાદીનો ભાઈ તૌફીકભાઈ પોતાનું મોટરસાયકલ રજી નં-GJ-36-Q-7690 લઇને જતા હોય ત્યારે મારુતી ફ્ન્ટી કારનાં ચાલકે હડફેટે લેતા ફરીયાદીનાં ભાઈને ગંભીર ઈજા પહોંચતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે શબીરભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.