મોરબી મહાનગરપાલીકાના પટાંગણમાં બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા આવેલ છે. જે પ્રતિમા તથા તેમની ફરતે આવેલ જગ્યાની સાફસફાઈ કરી રંગરોગાન ક૨વાની ખૂબ જ જરૂ૨ીયાત છે.
મો૨બી મહાનગ૨પાલીકા વિસ્તારમાં આવેલ અંદાજીત ૧૯(ઓગણીસ) પ્રતિમાઓને ૨ીનોવેશન કરી રંગરંગાન ક૨વામાં આવતું હોય ત્યા૨ે મો૨બી મહાનગરપાલીકાના પટાંગણમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડક૨જીની પ્રતિમાને ૨૬ મી જાન્યુઆરી પ્રજાસતાક દિને પણ સાફસફાઈ પણ ક૨વામાં આવેલ ન હોય કયાંકને કયાંક ભેદભાવ રાખવામાં આવી રહેલ હોય તેવું જોવા મળેલ છે. જેથી મહાનગરપાલીકાના પટાંગણમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાની આજુબાજુની જગ્યામાં સાફસફાઈ તથા રંગરોગાન ક૨વું એ આપની એક નૈતિક ફ૨જ છે. જેથી ઉપરોકત બાબતે ગંભીર નોંધ લઈ તાત્કાલીક ધો૨ણે ડો.બાબા સાહેબ આંબેડક૨જીની પ્રતિમા તથા તેમની જગ્યામાં સાફસફાઈ કરી રંગરોગાન ક૨વા આપની કક્ષાએથી ઘટીત કાર્યવાહી ક૨વા વિનંતી છે.