મોરબી: શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ મફતીયાપરામાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ૪ પતાપ્રેમીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ મફતીયાપરામાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા આરોપી રવિભાઇ વેલજીભાઇ ડાભી, અજીતભાઇ બચુભાઇ બળોદ્રા, મેરાભાઇ બીજલભાઇ ચાવડીયા, રાણાભાઇ મેધાભાઇ પરહાળીયા (રહે બધાં શોભેશ્વર રોડ કુબેર ટોકીઝપાછળ મફતીયાપરા મોરબી-૦૨) નેં પોલીસે રેઇડ કરી રોકડ રકમ રૂ.૧૧૧૩૦ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.