મોરબી જિલ્લામાં કોરોના કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે હવે જન્મદિવસની ઉજવણી પર કોરોના મહામારીમાં મદદરૂપ બની ઉજવવામાં આવી રહી છે. જેમાં મોરબીના યુવા ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા અને જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાની દીકરી રાગીનો આજે જન્મદિવસ હોય જેથી મોરબીમાં કોરોના કેર સેન્ટરમાં રેપીડ કીટ તથા આર્થીક સહાય અર્પણ કરીને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

આજે રાગીના જન્મદિવસ પ્રસંગે યુવા ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા કોરોના મહામારીમાં વિવિધ સમાજ દ્વારા કોરોના કેર સેન્ટર ચાલી રહ્યા છે. જેમાં તમામ કોરોના કેર સેન્ટરમાં જઈને રૂ.11,111 ની આર્થિક સહાય કુલ રૂ.99,000 તેમજ 900 રેપીડ કીટ આપી કોરોના મહામારી સામેના જંગમાં અનેરું યોગદાન આપ્યું હતું. અને દીકરી રાગીના જન્મદિવસ પ્રસંગની સામાજિક જવાબદારી સાથે ઉજવણી કરવામાં આવી હતી.