મોરબી : બગથળા ગામે કોઈ કારણોસર બાઈક સ્લીપ થતાં આધેડનું મૃત્યુ
મોરબી તાલુકાના બગથળાથી માણેકવાળા જવાના રસ્તે ભગવતી કારખાના સામે બાઈક લઈને જઈ રહેલા જયંતીલાલ પરસોતમભાઇ ચનીયારાનું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે