Tuesday, April 22, 2025

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટે ની યોજાશે ચુંટણી

Advertisement
Advertisement
Advertisement

ત્રણ ઉમેદવારી નોંધાય : ૩૧મી સુધી ફોર્મ પરત ખેચાશે

મોરબી :- શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં હાલ પ્રમુખ પદની જરૂરીયાત હોય જેથી ચુંટણી ની જાહેરાત કરવામાં આવી છે.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને ધરના ધરનું સ્વપ્ન સાકર કરવા માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અમલીકરણ કરેલ છે. જે યોજના હેઠળ શહેરના દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી બનાવવામાં આવી હોય જેમાં કુલ 680 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત સોસાયટી માં વિકાસ ના વિવિધ મુદાઓને ધ્યાને લઈ પ્રમુખ પદની જરૂરીયાત ઉભી થતાં ચુંટણી નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા:- 9/1/2022 ને રવિવારના રોજ સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ ચુંટણી માં પ્રમુખ પદ માટે (1) જીતેન્દ્રભાઈ પ્રકાશભાઈ પીઠડીયા, (2) મણીલાલ મોહનભાઈ વિઠલાણી, અને (3) રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણી, આમ કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જોકે 31મી ડિસેમ્બર સુધી ફોર્મ પરત ખેચવાની છેલ્લી તારીખ હોય જેથી 1/1/2022 માં ચિત્ર સ્પષ્ટ થશે. અને પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં જે લાભાર્થીઓ આવાસ ધરાવતા હોય અને હજુ રહેવા આવેલ ન હોય તેવા તમામ લાભાર્થીઓ પોતાની આવાસ ની સનતની કોપી સાથે હાજર રહી ફરજીયાત મતદાન કરવા ઉમેદવારોએ અપીલ કરી છે.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW