Tuesday, April 22, 2025

મોરબી: પાટીદાર ડેવલોપર્સની અનોખી પહેલ: પ્લોટીંગનો સવાયો સોદો કરી સિવિલ સર્વિસ સેન્ટરને 60 હજારનું દાન અર્પણ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: આજથી એક વર્ષ પહેલા પાટીદાર ડેવલપર્સ દ્વારા એક અનોખી પહેલની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં પાટીદાર ડેવલોપર્સ દ્વારા પ્લોટીંગ પાડવામાં આવેલું તેમાં નક્કી કરવામાં આવેલ તમામ ભાગીદારો દ્વારા સવાયો શોદો કરવો અને ઉપરનો સવા રૂપિયો પાટીદાર ધામ જે પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત gpsc નું સેન્ટર ચલાવે છે. તેને આપવો તે પૈકી કાલે ચાલુ ક્લાસે તાલીમાર્થીઓની હાજરીમાં ૬૦૦૦૦ અંકે રૂપિયા સાંઈઠ હજાર રૂપિયા પુરાનું પાટીદાર ધામને દાન કરેલ છે.

તે બદલ પાટીદાર ડેવલોપર્સના તમામ ભાગીદારએ અન્ય માટે ખુબ ખુબ પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. અને આવું સેવાનું કાર્ય, દાન અર્પણ કરવાનું કાર્ય દરેક ડેવલોપર્સ કરે તેવી પણ એક હાકલ કરી હતી. હાલના સમયમાં સરસ્વતીજીને પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજીની જરૂરિયાત હોય અને વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસીસનો ખર્ચ કરવા માટે આવા દાન થકી ભંડોળ એકત્ર કરવા માટેની પાટીદાર ડેવલોપર્સની પહેલને ઉપસ્થિત સૌ કોઈએ વધાવી લીધી હતી.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW