મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબી ના યમુનાનગરમા શેરી નં -૦૩ માં રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલાઓ સહિત ૪ જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના યમુનાનગરમા શેરી નં -૦૩ માં રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર ઈસમો ઝડપાયા જેમાં સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા ઉ.વ.૩૦ રહે, અંજુબેન જશુભાઇ ગૌસ્વામી ઉ.વ.૩૦, જયશ્રીબેન દિલીપભાઇ સારલા ઉ.વ.૩૫, કાંતાબેન ઉર્ફે ખુશીબેન ઇશાભાઇ વકાલીયા ઉ.વ.૪૯ ને રોકડ રકમ રૂ. ૨૦,૫૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે