મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના ધરમપુર ગામે મેલડી માતાજીના મઢ પાસે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ચાર મહિલાઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામે મેલડી માતાજીના મઢ પાસે તીનપત્તીનો જુગાર રમતી ચાર મહિલા સરોજબેન ચંદુભાઈ સાંતોલા (ઉ.વ.૪૭), સોમીબેન સુખાભાઈ ઉપસરીયા (ઉ.વ.૫૫), દયાબેન ધીરૂભાઇ ઉપસરીયા (ઉ.વ.૫૦) રહે. ત્રણેય ધરમપુર ગામ તા. મોરબી તથા દયાબેન કરશનભાઇ કોળી (ઉ.વ.૫૬) રહે. જાંબુડીયા તા. મોરબીવાળીને રોકડ રકમ રૂ. ૧૧૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.