મોરબી તાલુકાના ઘૂટું ગામના બસ સ્ટેશન પાસેથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઇસમને કાર સહિત રૂ.2.26 લાખના મુદ્દામાલ સાથે એલસીબી ટીમે દબોચી લીધા હતા.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન સ્વીફ્ટ કાર GJ12-DA-4153માં ઈંગ્લીશ દારૂ લઈને મોરબી તરફ આવતી હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી. જેમાં સ્વીફ્ટ કાર પસાર થતા કાર રોકીને તલાશી લેતા પાછળની સીટ નીચે બનાવેલ ચોરખાનામાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂની 44 બોટલ કીમત રૂ.26,600 મળી આવતા કાર અને દારૂ સહીત 2,26,600નો મુદામાલ જપ્ત કર્યો છે. અને કારમાં સવાર રવિરાજસિંહ દાદુભા જાડેજા (રહે.નાંદા તા. રાપર કચ્છ) અને ચનુભા લક્ષ્મણસિંહ વાઘેલા (રહે.ગળપાદર તા. ગાંધીધામ કચ્છ) એમ બે ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે
આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, ચંદુભાઈ કણોતરા, નીરવભાઈ મકવાણા, ચંદ્રકાંતભાઈ વામજા, ભરતભાઈ જીલરીયા, દશરથસિહ પરમાર, ભગીરથસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી