Thursday, April 24, 2025

મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ભારતીય ચુંટણી પંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૨ ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમની સમયસુચી મુજબ પ્રિરીવીઝન એક્ટીવીટી કામગીરીમાં તા.૦૯/૦૮/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ સુધી બી.એલ.ઓ. મારફત હાઉસ ટુ હાઉસ વેરીફિકેશન, સેક્શન ફોર્મેશન તથા મતદાન મથક પુનર્ગઠન કરવામાં આવશે.

રીવીઝન એક્ટીવીટી કામગીરી અંતર્ગત તા.૦૧/૧૧/૨૦૨૧ના રોજ મતદારયાદી સંકલિત મુસદ્દાની પ્રસિધ્ધિ કરવામાં આવશે. તેમજ તા.૦૧/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૧૧/૨૦૨૧ હક્ક-દાવા તથા વાંધા અરજી સ્વીકારવાનો સમયગાળો નિશ્ચિત કરવામાં આવેલ છે. ખાસ ઝુંબેશની તારીખો ECI દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે. તા.૨૦/૧૨/૨૦૨૧ના રોજ હક્ક-દાવા તથા વાંધા અરજી નિકાલ કરવાનો સમયગાળો રાખવામાં આવેલ છે. તેમજ તા.૦૫/૦૧/૨૦૨૨ના રોજ મતદારયાદી મુસદ્દાની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે.

દરેક મતદારો Voter Helpline મોબાઇલ એપ્લિકેશન તથા NVSP PORTAL મારફતે પણ મતદારયાદીમાં નામની નોંધણી, નામમાં સુધારો તથા નામ કમી કરવા માટેના નિયત ફોર્મ ઓનલાઇન રજૂ કરી શકાય છે. જેની તમામ મતદારોએ નોંધ લેવા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જે.બી. પટેલ દ્વારા જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW