મોરબી જિલ્લાનું એકમાત્ર નવા નાગડાવાસ લોનવાળું ગ્રીનરી મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડમાં મુરલીધર ક્રિકેટ ક્લબ દ્વારા સૌ પ્રથમ ઓક્શન વાળી લેધર બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ *મોરબી* *ચેમ્પિયન* *લીગ* *સીઝન* – *2* નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 6 ટિમ (મોરબી રાઇડર્સ xi , સનાતન xi,આરબ xi, શિવાજી xi, ક્રેજી 4 ક્રિકેટ xi, ક્રિષ્ના xi ) ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં આરબ xi vs શિવાજી xi, વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. રસાકસી બાદ શિવાજી xi વિનર સાબિત થઇ હતી. 4 દિવસ ચાલેલી રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટ માં ખૂબ પ્રેક્ષકોએ મેચોને માણ્યા હતા. એવોર્ડ સેરેમની માં દરેક પાર્ટીસીપેટ ટિમોને સુંદર ટ્રોફી, રનર્સઅપ ટિમને તેમજ વિજેતા ટીમને ચમચમાતી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. બેસ્ટ બોલર& બેટ્સમેન ઓફ ઘી ટુર્નામેન્ટ તેમજ મેન ઓફ ઘી સિરીઝને ને સુંદર ઇનામ આપવામાં આવ્યું હતું. નોંધનીય છે જે સૌરાષ્ટ્રના ખ્યાતનામ ગ્રાઉન્ડ પૈકીનું એક M. C. G. ગ્રાઉન્ડમાં પીવાનું પાણી, રેસ્ટોરન્ટ, સ્વચછ શૌચાલય તેમજ રોકવાની સુંદર વ્યવસ્થાથી લોકો વારંવાર મુલાકાત લેવાની ક્રિકેટ મેચ માણવાનું ચુકતા નથી..