હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે સ્વામિનારાયણ નગરમાં રહેતા હંશાબેન રણછોડભાઈ ચાવડા (ઉ.વ.૩૫) એ આરોપી વિપુલભાઈ કરણાભાઈ સુરેલા તથા સંજયભાઈ કરણાભાઇ સુરેલા તથા રાજદીપસિંહ ઉર્ફે ભુરો છોટુભા ઝાલા રહે. બધા જુના વેગડવાવ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ એક દોઢ માસ પહેલા ફરીયાદીના પતિ સાથે બોલાચાલી થયેલ હોય તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીના શોપિંગ મોલમાં પ્રવેશ કરી ફરીયાદી તથા તેના પતિ તથા દિયર ને આરોપીઓએ ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.