હૈદરાબાદ રાજયના તેલંગણા સરકારના કૃષિ, સહકાર અને માર્કેટીંગ વિભાગના મંત્રી નિરંજન રેડ્ડી અને તેમની સાથે તેઓનું ડેલીગેશન મોરબી જિલ્લાના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ તા. ૦૨-૦૮-૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ટંકારા તાલુકામાં આવેલ બોર્નવીલે ફૂડ પ્રાઇવેટ લીમીટેડની મુલાકાત લેશે. સમગ્ર પ્રવાસ દરમિયાન લાયઝન અધિકારી તરીકે ડી.વી. ગઢવી, જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીને નિયુકત કરવામાં આવ્યા છે.