મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા શુક્રવારે મોડી સાંજે 7 પીઆઈની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે જેમાં જિલ્લાના જુદા જુદા પોલીસ મથકોની અંદર ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી ગયું છે અને અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજાની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન. આર. મકવાણાની એસ.ઓ.જી.માં, સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલની મોરબી એ ડિવિઝનમાં, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના એચ.વી.ઘેલાની ટ્રાફિક શાખામાં, જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ કે.એમ.છાસિયા ની ટંકારા પોલીસ સ્ટેશનમાં, લીવ રિઝર્વ માં રહેલા પીઆઇ આર.સી. ગોહિલની માળિયા પોલીસ સ્ટેશનમાં તથા લીવ રીઝર્વમાં રહેલ એસ.કે. ચારેલ ની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે
ત્રણ પીએસઆઈની બદલી
મોરબી જિલ્લામાં એલસીબીના પીએસઆઈ બી.ડી.ભટ્ટ, એસઓજીના પીએસઆઈ એમ.એસ.અંસારી અને એ ડિવિઝનના પીએસઆઈ જે.સી.ગોહિલને હાલમાં એસપી દ્વારા SITની વધારાની કામગીરી સોંપવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, મોરબીના ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં પરત લાવવા માટે મોરબી જીલ્લામાં સીટની રચના કરવામાં આવેલ છે.