Wednesday, April 23, 2025

મોરબી જિલ્લા ક્રોંગ્રેસ પ્રમુખ જયંતિભાઇ પટેલે જલારામ મંદિર ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજી જન્મદિવસ ઉજવ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે આજ રોજ મોરબીના જાણીતા ઉદ્યોગપતિ, પાટીદાર સમાજ અગ્રણી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલે તેમના જન્મદિવસની ઉજવણી  સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી  કરી હતી.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે. ત્યારે મોરબીના અગ્રણી જયંતિભાઈ જેરાજભાઈ પટેલે સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. આ તકે તેમના સુપુત્ર નિરવભાઈ પટેલ, પાટીદાર અગ્રણી ભાવેશભાઈ ફેફર તથા પરેશભાઈ શેરસીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, હીતેશભાઈ જાની, ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW