મોરબી જીલ્લાના અનેક પ્રશ્નો વણ ઉકેલ્યા હોય જેથી મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય, જીઆઈડીસી સામે મોરબી ખાતે પ્રતિદિન સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી કોંગ્રેસ પક્ષના સંગઠનના હોદેદારો, જીલ્લા કોંગ્રેસ આગેવાનો લોકોના પ્રશ્નો સાંભળશે અને પ્રજાના પ્રશ્નો ઉકેલવા મદદરૂપ બનશે.
લોકોના પ્રશ્નો સરકારી તંત્રમાં અટવાઈ જતા હોય છે અને અધિકારીઓ યોગ્ય પ્રતિભાવ આપતા ના હોય તેવી બાબતો અંગે જીલ્લા કોંગ્રેસના જવાબદાર આગેવાનો પ્રજાના પ્રશ્નો સાંભળશે અને જરૂરી માર્ગદર્શન સાથે સંબંધિત અધિકારી પાસે અટવાયેલ પ્રશ્નના સુમેળતાથી ઉકેલવા મદદરૂપ બનશે. આગેવાનો પ્રતિદિન સવારે ૧૧ થી ૧ સુધી કાર્યાલય ખાતે હાજર રહેશે તેમજ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય સવારે ૯ થી સાંજે ૭ સુધી અવિરત ચાલુ રહેશે તેમ જીલ્લા કોંગ્રેસની યાદીમાં જણાવ્યું છે.