મોરબી: ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે વધતી જતી લોકચાહના અને લોકોના વિશ્વાસથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન વધુ મજબૂત બની રહી છે. ત્યારે યુવા વર્ગ અને બહોળી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છે.
જેમાં સૌરાષ્ટ્ર ઇસ્ટ ઝોનના યુવા પ્રભારી યોગરાજસિંહ જાડેજા દ્વારા વિવિધ જિલ્લા તથા શહેરના આમ આદમી પાર્ટીના યુવા મોરચાની પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી. જેમા મોરબી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે ભાવીકભાઈ નવિનભાઈ ભટાસણાની નિમણુક કરવામાં આવી છે. ત્યારે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ભાવિક ભટાસણાને શુભેચ્છા પાઠવી હતી.