મોરબી ખાતે રાજકોટની સ્પેશિયાલિષ્ટ ફિઝિયોથેરાપી ટીમ દ્વારા વિનામૂલ્યે ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં રાજકોટના સ્પેશિયાલિષ્ટ ફિઝિયોથેરાપી ટીમ, મારવાડી યુનિવર્સિટી રાજકોટ અને ફિઝિયોકેર ફિઝિયોથેરાપી સેન્ટર સ્વામિનારાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટ મોરબીના સંયુક્ત ઉપક્રમે તા.13 ને શનિવારે સવારે 10થી બપોરે 1 દરમિયાન સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, બીજો માળ સ્વામિનારાયણ સંસ્કાર ધામ મંદિરની પાછળ, જીઆઇડીસી મેઈન રોડ મોરબી ખાતે વિનામૂલ્યે ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. અશિષ કક્કડ ડો. આશના ભોજાણી, ડો. કલ્યાણી જીવરાજાની, ડો. અસ્મિતા ગુરનાની, ડો. શાહરૂખખાન ચૌહાણ, અને ડૉ. કેશા અગ્રવાલ સેવા આપશે.
કેમ્પમાં કમર, ગરદન, ઘુટણ, ખંભા એડીનો દુખાવાની સારવાર, ફેક્ચર તથા સાંધા બદલાવવા તેમજ વિવિધ ઓપરેશન પછીની સારવાર, હાથ, પગ તથા મોઢાનો લકવા, કંપવા, સેરેબ્રલ પાલ્સી વગેરે સારવાર, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગો, બેલેન્સ પ્રોબ્લેમ, સાયટીકા, ગાદી ખસવી, સાંધાના વા, ઘૂંટણનો વા, પ્રસુતિ દરમિયાન અને પછીની કસરતો, ફેફસાની અને હૃદયની કાર્યક્ષમતામાં વધારવા માટેની કસરતો, રમત ગમતમાં ઇજા, તમાકુ, ગુટકા, તથા મોઢાના કેન્સરના ઓપરેશન પછી જકડાયેલા મોં ની સારવાર સહિતની સમસ્યાઓના દર્દીઓ આ કેમ્પનો લાભ લય શકશે.આ કેમ્પનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરવા મો.6359701933, 8160282456 ઉપર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.