મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં છેલ્લા 10 દિવસમાં કોરોના કેસોમાં વધારો થયો છે. ત્યારે મોરબીમાં કોવીડ કેર સેન્ટરો શરુ કરીને 500 બેડની સુવિધા શરુ કરી છે. તેમજ જરૂરત પડ્યું વધુ 500 બેડની સુવિધા માટે તંત્રએ તૈયારીઓ કરી છે.

હાલ 15 બેડની સુવિધા હોય જેમાં 80 બેડ ખાલી હોવાનું જણાવ્યું હતું તો દવાઓની તંગીના મેસેજ પણ સોશિયલ મીડિયામાં ફરતા થયા હોય ત્યારે રેમડીસીવર ઇજેક્શન મોરબીને ફાળવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત 9000 આરસીપીસીઆર કીટ અને 6000 રેપીડ કીટ પણ શનિવારે મોરબી પહોંચી જશે સાથે જરૂરી દવાનો જથ્થો પણ સમયસર મળી રહેશે તેમ જણાવ્યું હતું. હાલ મોરબી જીલ્લામાં 2 દર્દીઓ વેન્ટીલેટર પર હોવાનું જણાવ્યું હતું. તો ઘૂટું કોવીડ કેર સેન્ટર પુન કાર્યરત કરાયું છે. ઉપરાંત જોધપર પાટીદાર વિદ્યાર્થી ભુવન ખાતે પણ 300 બેડની મંજુરી આપવામાં આવી છે. અને કોવીડ સેન્ટર રવિવારથી શરુ થશે તેવી માહિતી આપી હતી. વધુમાં જીલ્લા કલેકટર જે. બી. પટેલએ તથા મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ કોઈપણ જાતની અફવા પર ધ્યાન ના આપવા અને નાગરિકો જાગૃત બની તકેદારી રાખે તેવી અપીલ કરી હતી.