મોરબી: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર” દ્વારા માન્ય “આર્ય ભટ્ટ”લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા વર્તમાન કોરોના વાયરસ સંક્રમણ દરમ્યાન જાગૃતિ ફેલાવવા “ઘરે રહો તંદુરસ્ત રહો” આ માટે “ઘરે બેઠાં” પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આપનાં ઉત્તર અન્ય ને માર્ગદર્શક બની શકે છે. આ સ્પર્ધા જેમાં કેટેગરી મુજબ ભાગ લઈ શકશે .
કેટેગરી :-1 (ધો-1,2,3,4)
પ્રશ્ન :- કોરોના વાયરસ સંક્રમણ અંગે જાગૃતિ લાવવા હું શું કરી શકું ?
કેટેગરી :-2 (ધો-5,6,7,8)
પ્રશ્ન :- રોગ પ્રતિકારક શક્તિ વધારવાનાં નુસખાઓ જણાવો.
કેટેગરી:-3 (ધો-9,10,11,12)
પ્રશ્ન:-COVID-19 થી બચવાં શું કરવું, શું ન કરવું જોઈએ
કેટેગરી :-4 (કોલેજના વિધાર્થીઓ -શિક્ષકમિત્રો તથા વાલીઓ)
પ્રશ્ન:-અવૈજ્ઞાનિક વાઈરલ મેસેજનું ખંડન કરવાં તથા “ઘરેરહો – સુરક્ષિત રહો” ને સાર્થક કરવાં મારાં પ્રયત્નો.
આ પ્રશ્નોતરી સ્પર્ધાનો શોર્ટ વિડીઓ ફિલ્મ વધુમાં વધું બે મીનીટની બનાવીને તા.15/4/2021 રાત્રી 9 સુધીમાં મોકલી આપશો. એલ.એમ.ભટ્ટ 98249 12230, 87801 27202 દિપેન ભટ્ટ 97279 86386 વોટસપ નંબર પર મોકલી આપવા યાદીમાં જણાવાયું હતું.