કિશોરીઓને પોષણ યુક્ત આહારનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું
મોરબી: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે પોષણ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ૧૩૫ ખેડૂત ભાઈઓ તથા ૩૫ કિશોરીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મ પર તેમજ બાજુના ધરમપુર ગામમાં ખેડૂતના ખેતર ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કિશોરીઓને પોષણ યુક્ત આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કિશોરીઓને બાજરામાંથી બનાવેલ વાનગીનો નાસ્તો આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ભાગ લેનાર ખેડૂતોને ઇફકો કંપની દ્વારા બનાવેલ શાકભાજીના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તેમજ ક્રિભકો, ઇફ્કો, નાફેડ અને વનવિભાગ મોરબી તથા આત્મા પ્રોજેક્ટના અધિકારી કર્મચારી સહભાગી થયા હતા.
