Tuesday, April 22, 2025

મોરબી કલેકટર કચેરી ખાતે કરાર આધારીત કાયદા અધિકારીની જગ્યા માટે અરજી મંગાવાઇ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મહેસુલ વિભાગ ગુજરાત સરકારના તા.૦૫/૦૬/૨૦૨૧ના ઠરાવ થી કલેકટર કચેરી, મોરબી ખાતે ૧૧ (અગિયાર) માસની મુદત માટે કરાર આધારિત કાયદા અધિકારીની ૧ (એક) જગ્યા માટે ઉમેદવાર પાસેથી નિયત નમૂનામા અરજીઓ મંગાવવામાં આવેલ છે.

૪૦ વર્ષથી ઓછી ઉમર ધરાવતા અને કાયદા (સ્પેશ્યલ) ની ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર કાયદા દ્વારા સ્થપાયેલ યુનિવર્સિટીમાં એચ.એસ.સી બાદ કાયદાનો પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવાનું ડિગ્રી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન એક્ટ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી મેળવેલ કાયદાની ડિગ્રી ધરાવતા તથા કમ્પ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન સાથે ગુજરાતી અને/અથવા હિન્દીનું પુરતું જ્ઞાન ધરવતા ઉમેદવારો અરજી કરી શકશે.

આ જગ્યા માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન મોરબીની મેજીસ્ટ્રેરીયલ શાખા ખાતેથી નીયત નમુનામાં અરજી ફોર્મ મેળવી તા.૨૯/૧૦/૨૦૨૧ સુધીમાં ફોર્મ ભરી રૂબરૂ/રજી.પો.એડીથી જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જીલ્લા સેવા સદન, પહેલો માળ, જિ. મોરબી ખાતે મોકલી આપવાની રહેશે. આ અંગે વધુ વિગતો માટે  કચેરીના નોટીસ બોર્ડ અથવા આ કચેરીની મેજીસ્ટ્રીયલ શાખામાં કચેરી સમય દરમ્યાન રૂબરૂ જોઈ શકાશે.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW