Tuesday, April 22, 2025

મોરબી કંડલા બાયપાસ નજીકથી ગાંજાની હેરાફેરી કરતા બે ઇસમ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી એ ડીવીઝન સર્વેલન્સ સ્ટાફ કેફી પદાર્થનુ વેચાણ કરતા ઇસમોને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબી કંડલા બાયપાસ કામધેનુ પાર્ટીપ્લોટ સામેથી આરોપી હરદીપસિંહ અશ્વિનસિંહ જાડેજા (રહે. મોરબી વાવડીરોડ મીલનપાર્ક શેરી નંબર-ર બ્લોક નંબર-૧, મોરબી મુળગામ માણેકવાડા તા.જી.મોરબી) તથા સંદીપ ચંદ્રકાંત કારીયા (રહે. મોરબી માર્કેટીંગ યાર્ડ કેન્ટીન ના મકાનમા મુળ રહે. વેરાવળ પંચવટી સોસાયટી આરતી એપાર્ટમેન્ટ) વાળા પોતાના એકસેસ મોટર સાયકલ નં. GJ-36 Q-6079 (કિં.રૂ. ૨૦૦૦૦) વાળામાં ગેરકાયદેસર રીતે ગાંજો ૪૬૦ ગ્રામ (કિં.રૂ.૪૬૦૦)ની હેરાફેરી કરતા મુદામાલ કુલ કી.રૂ.૨૪૬૦૦ ના મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ.એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બંન્ને આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવેલ છે.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW