મોરબી: તમિલનાડુના કુન્નરમાં તા.8 ડિસેમ્બરને 2021ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપીન રાવત સહિત 13 જવાનો સહિત થયા હતા. શહિદ થયેલ તમામ જવાનોને મોરબી એલ. ઈ. કોલેજ મિકેનીકલ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ તથા સંસ્થાના જીમખાના ટીમ અને આચાર્ય ડી.બી વાગડિયાના વડપણ હેઠળ શ્રદ્ધાંજલી પાઠવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીની જૂની અને જાણીતી સંસ્થા એવી લખધીરજી એન્જિ કોલેજ (ડિપ્લોમા)ના પ્રાંગણમાં સંસ્થાના મિકેનિકલ વિભાગ ના સેમ-6 વિદ્યાર્થી લહેરૂ રીતેષ, પટેલ જયમિન, હડિયલ દિવ્યેશ, રાજગોર સૌરભ, વૈષ્ણવ કેયૂર, મકસાના ઓમનિષ, યાદવ રાકેશ તથા સંસ્થાની જીમખાના ટિમના સભ્યો અને વ્યાખ્યાના રાજદીપ સિંહ ચાવડા, આશિતા પરિખ, યોગેશ સતાપરા, હાર્દિક ચનિયારા દ્વારા આચર્ય ડી.બી.વાગડિયાના વડપણ હેઠળ દિવંગત CDSજનરલ બિપિન રાવત સહિતના 13 જવાનોની યાદમાં આ કાર્યકમ યોજવામાં આવેલો હતો.

જેમાં CDSજનરલ બિપિન રાવત ના જીવન આધારિત ડોક્યુમેન્ટરી તેમજ શહિદ જવાનોના પરિવાર વિષે ની માહીતી બતાવવામાં આવેલી હતી. આ કાર્યકમનો ઉદેશ પશ્ચિમી અનુકરણ કરી રહેલા યુવાવર્ગ ને આપણા દેશ ના સાચા એવા દેશ ના વીર જવાનો ની શહીદી નો પરિચય આપી તેમના દેશદાઝની ઉન્નત ભાવના જણાવવાનો હતો.