મોરબી: વર્તમાન સમયમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં આપણે ઘણાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કોરોનાથી અવસાન થયા પછી આત્માની સદગતી માટે કોઈ ક્રિયા યોગ્ય રીતે થઈ શકતી નથી. ત્યારે ઈન્ડિયન લાયન્સ કલબ મોરબી દ્વારા સમગ્ર દેશમાં કોરોનાને કારણે અવસાન પામેલ તમામ ધર્મના લોકોના આત્માને શાંતિ મળે એ હેતુથી ઓનલાઈન સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ છે.
જે પણ પરિવારોએ આ મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તેઓએ તા.18/04/2021 ને રવિવારના સાંજે 4 થી 6 ઘરે રહીને જ પોતાના દિવંગત સ્વજનનો ફોટો પોતાના સમક્ષ રાખી આ ઓનલાઈન પ્રાર્થનાસભામાં જોડાઈને તેમના આત્માની સદગતી માટે પ્રાર્થના કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
