મોરબી: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દિવાળી નિમિતે મોરબી એસ.ટી. ડેપો દ્વારા તા. 28/10/2021 થી તા. 03/11/2021 સુધી પંચમહાલ, ગોધરા, દાહોદ અને અમદાવાદ તરફ જવા માટે તેમજ રાજકોટ અને જામનગર તરફ જવા માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સિરામિક યુનિટમાં કામ કરતા મજુરોને અથવા અન્ય મુસાફરોને એકીસાથે વધુ મુસાફર હોય અને બસ સ્ટેશન સિવાયના સ્થળેથી સીધા જ પંચમહાલ તરફ જવાનું હોય તો તેના માટે અલગ બસ ફાળવવામાં આવશે જેથી ગ્રુપના કોઈ એક વ્યક્તિએ બસ સ્ટેશન ખાતે આવી ડેપો મેનેજરનો ચાર દિવસ પહેલા રૂબરૂ સંપર્ક કરવા મોરબીના ડેપો મેનેજર ડી આર શામળાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.