માળિયા તાલુકાના મોટી બરાર ગામની મોડેલ સ્કૂલના શિક્ષક એચ.જી. બોડા દ્વારા પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.
મોડેલ સ્કૂલ-મોટી બરારમાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ બોડાના પુત્ર વેદાંશનો આજે જન્મદિવસ હોય જે પ્રસંગે શિક્ષક દ્વારા શાળાના તમામ બાળકોને અભ્યાસમાં ઉપયોગી થાય એવી સ્ટેશનરી કીટ આપીને ઉજવણી કરી હતી. જે અનોખી ઉજવણી બદલ શાળાના આચાર્ય બી.એન. વીડજા તથા શાળા પરિવાર અને શાળાના બાળકો દ્વારા વેદાંશને જન્મદિવસની ખૂબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ શિક્ષકના સેવાકાર્યને બિરદાવ્યું હતું.
