મીઠાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ટી સી પટેલ સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજાય.
મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રિના તહેવાર અનુસંધાને મીઠાપુર પોલીસ સ્ટેશનના પી.આઇ.શ્રી ટી. સી. પટેલસાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવેલ હતી જેમાં સૌને ભાઈચારા,સદભાવના સાથે હળીમળીને નવરાત્રીનો પવિત્ર પર્વ ઉજવવા માટે સમજ કરવામાં આવી હતી તેમજ સૌને નામદાર કોર્ટ તેમજ સરકારશ્રી વહીવટીતંત્ર તરફથી મળતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા માટે સમજ કરી હતી.