મીઠાપુર પોલીસ સ્ટેશન માં નવ નિયુક્ત આવેલા પીઆઇ કેબી રાજવી સાહેબ ની બદલી થતા પ્રજામાં રોષ..
થોડાં સમય પહેલાં મીઠાપુર નવ નિયુક્ત આવેલ પી આઇ કે બી રાજવી સાહેબ એ ટૂંકા સમયમાં
પ્રજાનો ભરોસો જીતી લૂખા તત્વો, નશાખોર, જુગારીઓમાં ખોફ બેસાડી અને દારૂ ટ્રાફિક સમસ્યા અંગે ચુસ્ત પગલાં લેનાર અધિકારીની અચાનક બદલી થતા પ્રજામાં રોસ જોવા મળ્યો. ઓછા સમયમાં આમ પ્રજાની લોક પ્રિયત્તા ધરાવનાર અધિકારીની બદલીથી પ્રજા ફરી પાછી નિરાશ બની બીજી બાજુ બૂટલેગરો અને લૂખા ત્તવો માટે ફરી પ્રસંગ ઉસ્સાહની લાગણી અને ઉજવણી ની તૈયારી જોવા મળી.. એક સમયે પોલીસનો જ વિરોધ કરનારા આમ પ્રજા આજે અધિકારી નીબદલી ન થાય તેવા પ્રયત્નો માટે મથામણ કરી રહી છે ઘણા વર્ષો પછી એક આવા સારા અધિકારી મીઠાપુર પોલીસ સ્ટેશનમાં આવેલા હોય અને જો તેની બદલી થઈ જાય તો ફરી ગેર પ્રવૃતિઓ તમામ પ્રકારની ચાલુ થઈ જશે તેનો ભોગ પ્રજાનો લેવાશે માટે પ્રજા ઈચ્છે છે કે અધિકારીની બદલી ન થવી જોઈએ તેવું પ્રજા ઈચ્છે છે.