માળીયા (મી): માળીયા તાલુકાના વિદરકા ગામના પાટીયા નજીક ડીસન્ટ હોટલ સામે કાર અને તુફાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા (મી) તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી)માં કારખામાં રહી મજુરી કામ કરતાં રૂબીસીંગ સમરત કાવડે(મુળ મધ્યપ્રદેશના વતની )એ આરોપી આઇ ટ્વેન્ટી કાર નં. GJ-10 BR-7715નાં ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯ એપ્રિલનાં રોજ રાત્રે આશરે સાડા ત્રણેક વાગ્યે વિદરકા ગામનાં પાટીયા નજીક ડિસન્ટ હોટલ સામે આરોપ આઇ ટ્વેન્ટી કાર નં. GJ-10-BR-7715નાં ચાલકે પોતાની કાર પુરઝડપે ગફલતભરી રીતે બેફિકરાઈથી ચલાવી તુફાન ગાડી નં.MP-48-C-2568 સાથે અથડાવી અકસ્માત સર્જયો હતો. જેમાં તુફાન ડ્રાઈવર કરણ ગુલાબસીંગ રાજપુતને માથાનાં પાછળનાં ભાગે ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે આઇ ટ્વેન્ટી કારનો ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. આ બનાવમાં નોંધાયેલ ફરિયાદનાં આધારે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી માળીયા (મી) પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.