માળીયા(મી): માળીયા (મી)નાં વિર વિદરકા ગામે લેણે નિકળતાં રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા યુવાનને ૪ શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં નોંધાઈ.
મળતી માહિતી મુજબ માળીયા (મી.) તાલુકાનાં વિદરકા ગામે રહેતા અને ખેતી કામ કરતા વિક્રમભાઈ જયંતીભાઈ શંખેશરીયા (ઉં.વ.૨૧)એ આરોપીઓ રમેશભાઈ રતુભાઈ થરેશા, નિલેશભાઈ રતુભાઈ થરેશા, ભરતભાઈ અવચરભાઈ થરેશા, હીરાભાઈ રતુભાઈ થરેશા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલેનાં રોજ સાંજે સાડા છ વાગ્યાનાં અરસામાં ફરિયાદી વિક્રમભાઈ આરોપીનાં ઘરે પોતે ટ્રેકટર તથા હલ્લર ચલાવેલ હોય તેના લેણા નીકળતા રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા હોય તે બાબતનો ખાર રાખી ચારેય શખ્સોએ ફરિયાદી તથા તેની સાથેના વ્યક્તિને જેમ ફાવે તેમ ગાળો આપી છુટા પથ્થર તથા ઈંટોનાં ઘા મારી તેમજ માર મારી માથામાં તથા શરીરે મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ માળીયા (મી.) પોલીસ મથકે નોંધાતા આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાયદેસરનીની કાર્યવાહી હાથ ધરી છે.