
ગૌરીવ્રતમાં બાળાઓ મનોકામના પુર્ણ કરવા પુજાપાઠ અને જવેરા સાથે સમુહ પુજન કરી ધન્યતા અનુભવે છે
માળીયામિંયાણાના વેજલપર ગામે ગૌરીવ્રતના પ્રારંભથી બાળાઓ ભક્તિભાવપુર્વક વ્રતના પ્રારંભથી અંત સુધી બાળાઓ પાંચ દિવસ સુધી ભગવાન ભોળાનાથ અને પાર્વતીજીની પુજા અર્ચના કરવા જવેરા અને પુજાપાઠ સાથે ઉમટી પડે છે. અષાઢ માસ શરૂ થતાની સાથે જ તહેવારોની મૌસમ શરૂ થાય છે. ત્યારે આપણી સંસ્કૃતિ અને પરંપરા મુજબ ગૌરીવ્રત શરૂ થતા જ બાળાઓ વ્રત રહે છે.
આ વ્રતનો મહીમા શિવજીને મેળવવા અને પ્રસન્ન કરવા પાર્વતીજીએ કઠોર તપ કર્યું હતું ત્યારથી જયાપાર્વતી ગૌરીવ્રતની પરંપરા શરૂ થઈ છે. તેથી કુમારિકા દ્વારા પાર્વતીજીને પ્રસન્ન કરવા ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત કરે છે કહેવાય છે કે, આ વ્રત કરવાથી માતા પાર્વતીજી પ્રસન્ન થાય છે અને બહેનો બાળાઓને સૌભાગ્યવતી અને સમૃદ્ધશાળી બનવાનું વરદાન આપે છે. આ વ્રત પાંચ દિવસના હોય છે. જેમાં એક જ ટાઈમ ભોજન કરી ઉપવાસ કરે છે તે પણ મીઠા વિનાનું મોળુ ભોજન જેથી આ વ્રતને મોળાકત પણ કહે છે.
આ વ્રત દરમિયાન ઘઉં અને શાકભાજીનો ત્યાગ કરી માત્ર ફળ દુધ દહી અને ફરાળી આહાર લઈ પાંચ દિવસ સુધી બહેનો વહેલી સવારે સ્નાન કરી માતા પાર્વતીજીની પુજા અર્ચન કરે છે આ પુજા ઘરે અથવા શિવજીના મંદિરે પણ કરી શકાય છે હજારો વર્ષો જુની પરંપરા મુજબ જયાપાર્વતી વ્રત કરવાથી બહેનોની તમામ મનોકામના પુર્ણ થાય છે જેથી દરેક કુંવારી દિકરી આ વ્રત રહે છે. આ વ્રતના પાંચમાં દિવસના અંતે બ્રાહ્મણ શાસ્ત્રોકીયવિધિથી એક જ દિવસે બે વખત પુજન કરાવી આ વ્રત પુર્ણ કરે છે જે દિવસે રાત્રી જાગરણ કરવામાં આવે છે. છેલ્લા દિવસે બહેનો દ્વારા બ્રાહ્મણ મહારાજને સીધુ આપી યથાશક્તિ પ્રમાણે દક્ષીણા આપી બહેનો પાંચ દિવસના વ્રત પુર્ણ કરે છે પાંચ દિવસના વ્રત દરમિયાન નાની બાળાઓ સોળે શણગારી સજી ભારતીય સંસ્કૃતિને ઝાંખી કરાવતા વસ્ત્રો પહેરી હાથમાં જવેરા સાથે ગોરમાની પુજા કરવા થાળીમાં પુજાપાઠની સામ્રગી લઈને નિકળતા ભક્તિમય અને ધાર્મિક પુજાપાઠથી વાતાવરણ મહેકી ઉઠે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ માળીયામિંયાણાના વેજલપર ગામે ગોરમાં હંસાબેન પ્રવિણભાઈ દવે અને પ્રવિણભાઈ દવે દ્વારા તમામ બાળાઓને પુજન અર્ચન કરાવી પાર્વતીજીની વાર્તા સંભળાવી સારી કામગીરીમાં સહભાગી બની દિકરીઓને આશિષ આશિર્વાદ આપી હંસાબેન દવે અને પ્રવિણભાઈ દવે ગૌરીવ્રતની પુજા સાથે દિકરીઓના ચહેરા પર સ્મિત રેલાવવા છેલ્લા દિવસે ભેટ સ્વરૂપે પાણીની બોટલ કે અન્ય ચીજવસ્તુઓ ભેટ આપી પ્રસંશનીય અને પ્રેરણારૂપ બને છે.