Friday, April 25, 2025

માળીયાના ઘાટીલા ગામે મહીલાનો પીછો કરવાની શંકાએ બે પક્ષ વચ્ચે મારામારી થતાં સામસામે ફરીયાદ

Advertisement
Advertisement
Advertisement

માળીયાના ઘાટીલા ગામે મહીલાનો પીછો કરવાની શંકાએ બે પક્ષ વચ્ચે મારામારી થતાં સામસામે ફરીયાદ

મોરબી: માળિયા તાલુકાના ઘાટીલા ગામે ભાભીનો પીછો કરતો હોવાની શંકાએ સમજાવવા જતા બંને પક્ષો વચ્ચે મારમારી થતા બંને પક્ષો એ એકબીજા વિરુદ્ધ માળિયા મી પોલીસ મથકે સામસામી ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા જયંતિભાઈ સોમાભાઇ ઉપસરીયા (ઈ.વ.૩૫) એ તેમના જ ગામના મનીષભાઈ મનસુખભાઇ ધોરકડીયા (ઈ.વ.૨૪), શંકરભાઈ બીજલભાઈ શાકરીયા (ઈ.વ.૫૪), તથા રમેશભાઈ વિડજીભાઈ ધોરકડીયા (ઉ.વ.૪૫) વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૨-૧૦-૨૦૨૨ના રોજ રાત્રીના આશરે દશક વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાભીને આ કામના આરોપી મનિષભાઇ પાછળ પાછળ પીછો કરતા હોવાની શંકા હોય જેથી આ કામના ફરીયાદી આરોપી મનિષભાઇને આ બાબતે સમજાવવા જતા આરોપી મનિષભાઇ ફરીયાદી જયંતિભાઈ સાથે જપાજપી કરી ગાળો આપી તથા સાહેદ કાંતીભાઈને પગમા તથા સાહેદ અશોકભાઈને માથામા છુટા પથ્થર વડે ઈજા પહોચાડી તથા આરોપી શંકરભાઈ અને રમેશભાઈ નાઓએ ફરિયાદીને માથામા લોખંડની પાઈપ વડે તથા શરીરે ઈજા પહોચાડી ફરીયાદી તથા સાહેદને મુંઢ માર માર્યો હોવાની જયંતિભાઈએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જ્યારે સામે પક્ષે માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા મનીષભાઈ મનસુખભાઇ ધોરકડીયાએ તેમના જ ગામના જયંતિભાઈ સોમાભાઇ ઉપાસરીયા, અશોકભાઈ સોમાભાઇ ઉપાસરીયા, અને કાંતિભાઇ બચુભાઈ ઉપાસરીયા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં વળતી ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨-૧૦-૨૦૨૨ ના રોજ રાત્રીના આશરે દશક વાગ્યાના અરસામાં આરોપી જયંતિભાઈ,તથા અશોકભાઈ તથા કાંતિભાઇ નાઓએની ભાભીની છોકરીનો પીછો ફરીયાદી કરતો હોય તેવી શંકા કરી આરોપીઓ ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપી લાકડી વડે ફરીયાદી તથા સાહેદો ઉપર હુમલો કરી માથા તથા શરીરે મુંઢમાર માર્યો હોવાની મનિષભાઇએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા માળિયા મી પોલીસ સ્ટેશનમાં સામસામી ફરીયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,402

TRENDING NOW