માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામ ગામે જાહેરમાં બે અલગ અલગ જગ્યાઓ પરથી જુગાર છ પતા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરોધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે ભરતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન માળિયા મીયાણા તાલુકાના ભાવપર ગામે દશામાના મંદિર નજીક જાહેરમાંથી જુગાર રમતાઅરજણ કરશનભાઇ રીણીયા, શૈલેષભાઈ મનહરભાઈ ફુલતરીયા, ફીરોજભાઈ અસમાલભાઈ સુમરા,ને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે તેમની પાસેથી 4550 રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી છે
તો બીજી તરફ ભાવપર ગામના સ્મશાન નજીકથી જુગાર રમતા જયદીપસિંહ ઉર્ફે ભુરો રણજીતસિંહ જાડેજા, ખેંગારભાઈ મોહનભાઈ રીણીયા તથા અનિલભાઈ વેરસીભાઈ કારૂ ને જાહેરમાં જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા. અત્યારે તેમની પાસેથી ૪૭૩૦ રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી છે