
માળિયા (મિં) ખાતે આવેલ રેફરલ હોસ્પીટલની હાલત કફોડી જોવા મળી રહી છે. હોસ્પીટલમાં કામ કરતો સ્ટાફ પણ ભયના ઓથારે દર્દીઓની સારવાર કરી રહ્યો છે. ત્યારે પોસ્ટમોર્ટમ રૂમ જાણે કચરા પેટી હોય તેવી હાલતમાં જોવા મળી છે. સાથે લાઇટની વ્યવસ્થા પણ વ્યવસ્થિત ન હોવાની રાવ ઉઠી છે.
માળિયા (મિં) માં રેફરલ હોસ્પીટલ આવેલ છે. અને માળિયા (મિં) તાલુકાના દર્દીઓ સારવાર અર્થે આ હોસ્પીટલનો લાભ લઈ રહ્યા છે. ત્યારે વિકાસની વાત કરતી સરકારે માળિયા (મિં) હોસ્પીટલમાં જાણે કોઈ પણ સુવિધા ઉપલબ્ધ ન કરાવી હોય કે નહિં ક્યારેય ધ્યાન દોર્યુ હોય તેવી સ્પષ્ટ પણે દેખાઈ આવે તેવી ચોંકાવનારી હકિકત સામે આવી છે. જેમાં રેફરલ હોસ્પીટલમાં છતના પોપડા જર્જરીત હાલતમાં જોવા મળે છે. સાથે લાઇટની સુવિધા તો ધરાવે છે પરંતુ છતા અંધકારમયમાં દર્દીઓની સારવાર આપવા સ્ટાફ પણ મજબુર બન્યો છે.
તેમજ પોસ્ટમોર્ટમ રૂમ જાણે કચરા પેટીનો રૂમ હોય તેવુ જોવા મળે છે. ત્યારે માળિયા (મિં) તાલુકાના વાધરવા ગામે રેલ્વે કર્મચારી મનોજભાઈ ધામેચા તળાવમાં ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતું. અને તેમની બોર્ડીને પીએમ અર્થે રેફરલ હોસ્પીટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. પરંતુ જાણવા મળતી પ્રાપ્ત વિગતો મુજબ તેમની બોર્ડીનું પીએમ સમયે જ લેમ્પ બંધ થય ગ્યો હતો. જેથી બહારથી નવો લેમ્પ મંગાવવા છતાં લાઇટ ચાલુ ન થવાના કારણે ટોચબત્તીના આધારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
આ અંગે મોરબી જિલ્લા સંરપંચ એસોસિયેશન પ્રમુખ કુલદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય પર્વની એક તરફ ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે સંવેદનશીલ સરકાર વિકાસની વાતો કરી રહી છે. ત્યારે માળિયા (મિં) તાલુકાના દર્દીઓ લાભ લેતા એક સારી સરકારી હોસ્પિટલ પણ બિસ્માર હાલતમાં છે. અને ડોક્ટર અને નર્સ સ્ટાફ પણ આવી હોસ્પીટલમાં નોકરી કરવા મજબુર બન્યા છે. હોસ્પીટલમાં જર્જરીત હાલતમાં છત, તેમજ વાઇરિંગની વ્યવસ્થા વ્યવસ્થીત ન હોવાથી લાઇટો ગુલ થવાની ઘટના પીએમ સમયે જ સામે આવી હતી. જેથી તાત્કાલિક ધોરણે આ બાબતે ગંભીરતા લઈને તંત્રે ધ્યાન દોરવા તેમણે જણાવ્યું હતું.
