માળીયામિંયાણા તાલુકામાં સરકારે ૧૫થી ૧૮ વર્ષના વયના યુવાનોને રસી આપવા જાન્યુઆરી મહીનાથી શરૂ કરવા કવાયત હાથ ધરાશે તે અંતગર્ત કોરોના મહામારી હજુ પૂર્ણ થઇ નથી અને સંભવિત ત્રીજી લહેરને પગલે સરકારે ૧૫થી ૧૮ વર્ષના તરુણ યુવાનોને રસી આપવાનો નિર્ણય લીધો હોય માળીયા તાલુકામાં ૧૬૩૦ યુવાનોને રસીનો ડોઝ આપવામાં આવશે માળીયા તાલુકાના ૧૫ થી ૧૮ વર્ષની વયના ૧૬૩૦ જેટલા યુવાનોને આગામી તા.૦૩ જાન્યુઆરીથી કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવશે જે તે શાળા અને કોલેજમાં જ રસીકરણ કેમ્પ યોજી રસીનો ડોઝ અપાશે તેમ માળીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.બાવરવાએ જણાવ્યું હતું