માળીયામિંયાણા તાલુકા શિક્ષક સંઘ દ્વારા માળીયા તાલુકા પંચાયત કચેરી સામે શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોને વાચા આપવા એક દિવસય ધરણા પ્રદર્શન કરી આવેદન પત્ર પાઠવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ માળીયામિંયાણા તાલુકા શિક્ષક સંઘના નેજા હેઠળ આજે પ્રાથમિક શિક્ષકોએ વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે એક દિવસય ધરણા કર્યા હતા ત્યારબાદ વિવિધ પડતર પ્રશ્નોને ઉકેલવાની માંગ સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે જે આવેદનમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૦૬ થી જુની પેન્શન યોજના ચાલુ કરવા વિવિધ સ્તરે શિક્ષક સંઘના નેજા હેઠળ આંદોલન ચલાવી રહ્યા છે આ અગાઉ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સુધી આવેદન આપ્યું છે.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની બિહાર ખાતે મળેલી કારોબારી સભામાં ઠરાવ્યા અનુસાર એક્શન કમિટી દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે આંદોલન કાર્યક્રમ ચાલુ કરવા નિર્ણય લેવામાં આવેલ છે જે અંતર્ગત શિક્ષકોએ આજે માળીયા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ ધરણા કરી તેમજ આવેદન પાઠવી જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા ૭માં પગાર પંચના લાભો શિક્ષક વિરોધી જોગવાઈ દુર કરવા અન્ય રાજયમાં ફરજ બજાવતા કરાર આધીરત શિક્ષકોને નિયમિત કરવા સહીતની માંગ સાથે આવેદન પત્ર પાઠવી વિવિધ પડતર પ્રશ્નોને જડમુડથી ઉકેલી નિરાકરણ લાવવા માંગ કરી છે.
