માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં 24 વર્ષ પહેલા નોંધાયેલ અપહરણ, રાયોટિંગ અને ગેરકાયદે મંડળીના ગુન્હામાં સંડોવાયેલા ચાર રાજસ્થાની શખ્શોને માળિયા (મિં) પોલીસે ઝડપી લીધા હતા.
માળીયા (મિં) પોલીસ સ્ટેશનના અપહરણ તથા ગેરકાયદેસર અટકાયત અને ગેરકાયદેસર મંડળીના ગુનાઓ આચરી અને છેલ્લા 24 વર્ષથી બન્ને ગુનામાં ચાર આરોપી નાસતા ફરતા હતા. જેથી ઉપરોકત બન્ને ગુનાના ચારેય નાસતા ફરતા આરોપીઓ તેના હળવદ ખાતેના સગાસંબધીના ઘરે આવેલ હોય અને ત્યાંથી પરત રાજસ્થાન પાર્સીંગની બોલેરો ગાડીમાં રાજસ્થાન જવાના હોય તેવી ચોક્કસ બાતમી મળેલ જેથી પોલીસ સ્ટાફના માણસો સાથે અણીયારી ટોલ નાકાથી હળવદ રોડ ઉપર જુદી જુદી ટીમો બનાવી વાહન ચેકીગમાં હતા. તે દરમ્યાન એક રાજસ્થાન પાર્સીંગની બોલેરો કાર આવતા તેને રોકેલ તો તેમા પાંચેક ઇસમો બેસેલ હતા. જેથી આરોપી કલારામ સુરતારામ કડવાસરા, નિમ્બારામ સુખારામ કડવાસરા, ગીરધારીરામ વિશનારામ કડવાસરા, રાવતારામ મુલારામ ગોદારા (રહે. તમામ રાજસ્થાન) વાળાઓને ઝડપી લીધા હતા. માળિયા (મિં) પોલીસે રેપીડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા, એ.એસ.આઇ.કનુભા રાણાભા, પો.હેડ.કોન્સ શેખાભાઇ મોરી, અજીતસિહ પરમાર, પો.કોન્સ સંજયભાઇ રાઠોડ, જયપાલભાઇ લાવડીયા તથા વિશ્વરાજસિહ ઝાલા વિગેરે જોડાયા હતા.