માળિયા: મોરબી શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે. ત્યારે મોરબીમાં રાત્રિ કફર્યુ લાગુ કરી દેવાયું છે. જ્યારે ગ્રામ્ય પંથકમાં પણ સાવચેતીના ભાગરૂપે બહારથી આવતી વ્યકિતઓને પ્રવેશબંધી તેમજ માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા નિયમો બનાવી ચૂસ્તપણે પાલન કરવા ગ્રામ પંચાયતો દ્વારા નોટીસો લગાડવામાં આવી છે.
ત્યારે માળિયાના ખાખરેચી ગ્રામ પંચાયત દ્વારા કોરોનાના સંક્રમણ અને વધતા જતાં કેશોને કારણે ગામના હિતમાં કોરોના સંક્રમણની કડી તોડવા પાંચ દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામપંચાયતના જાહેર કર્યા મુજબ ગામમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાન માત્ર સવારે 8 થી 11 દરમિયાન જ ખોલી શકાશે. દવાખાના તેમજ મેડિકલ સેવા અને અતિ આવશ્યક સેવા ચાલુ રાખી શકાશે તેવી નોટીસ જાહેર કરવામાં આવી છે.