માળિયામાં વાવાઝોડાને પગલે ન્યુ નવલખી, વવાણીયા સહિતના ગામોમાં આશ્રય સ્થાન બનાવવામાં આવ્યા છે. અને વાવાઝોડા પૂર્વે જ લોકોનું સ્થળાંતર કરાયું હતું જે આશ્રયસ્થાનોમાં આજે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરાના માર્ગદર્શન હેઠળ આજે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં માળિયાના વવાણીયા, ન્યુ નવલખી સહિતના આશ્રયસ્થાનોમાં રહેલા લોકોના હેલ્થચેકઅપ કરવામાં આવ્યા હતા. તેમજ બીમાર દર્દીઓને દવાઓ પણ આપવામાં આવી હતી.