મોરબી જિલ્લામાં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે માળીયા (મી.) તાલુકામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો છે. અને વિકટ પરિસ્થિતિમાં માળિયાની દેવ સોલ્ટ કંપની આગળ આવી છે. અને માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રને પલંગ, ગાદલા અને ઓક્સીજનની સહાય કરવામાં આવી છે
પલંગની અછતને કારણે માળીયા (મી.) તાલુકાના કોઈ પણ દર્દીને લાંબી કતારમાં ના ઊભું રહેવું પડે તે માટે સેવાકીય પ્રવૃતિઓ તથા સામાજિક કાર્યોમાં અગ્રેસર દેવ સોલ્ટ પ્રા. લી. ના ચેરમેન ડી. એસ. ઝાલા અને એમ.ડી હિરેન્દ્રસિંહ ઝાલા દ્વારા માળીયા (મી.), ના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક ધોરણે ૧૦ તબીબી પલંગ, ૨૦ ગાદલાં તથા ૨ ઓક્સિજનના બાટલા ની સહાય આપવામાં આવી છે. જે બદલ માળીયા (મી.) સામૂહિક આરોગ્ય કેન્દ્રના વહીવટી વિભાગને દાખલ દર્દીઓએ દેવ સોલ્ટ પ્રા. લી. નો આભાર વ્યકત કર્યો.
