માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન બાતમીને આધારે નેશનલ હાઈવે પરથી પસાર થતી કારને આંતરી લઈને કારમાં તલાશી લેતા વિવિધ બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૬૦ (કિં.રૂ ૧.૩૫,૦૦૦) લાખ તેમજ અન્ય બ્રાંડની બોટલ નંગ ૧૦૮ (કિં.રૂ. ૫૪,૦૦૦) મળીને ૧.૮૯ લાખનો દારૂ મળી આવતા પોલીસે કાર (કિં.રૂ.૧૫,૦૦,૦૦૦), ઈંગ્લીસ દારૂ કીમત રૂ ૧.૮૯ લાખ અને મોબાઈલ કીમત રૂ.૪ હજાર મળીને કુલ રૂ ૧૬.૯૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
અને કારમાં સવાર આરોપી ફેઝલ મહેમુદ શેખ (રહે નર્મદા હોલ પાસે કાલિકા પ્લોટ મોરબી મૂળ રહે જામનગર)ને ઝડપી લીધો છે. તો અન્ય આરોપી વસીમ યુનુસ પલેજા (રહે કાંતિનગર વસુંધરા હોટલ પાછળ મોરબી ૨)નું નામ ખુલતા આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. આ કામગીરીમાં માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.