માળિયા નેશનલ હાઈવે પર આવેલ સીસીટીવી કેમેરાની બેટરી અને ઈન્વેટર ચોરી કરતી ગેંગને માળિયા પોલીસ ટીમે ઝડપી પાડી છે. આરોપીઓ પાસેથી પોલીસે ચોરી કરેલ 2.88 લાખની કિંમતના બેટરી, ઈન્વેટર અને કાર સહીત 4.38 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની મિલ્કત સંબંધી ગુન્હા અટકાવવા સુચના થય હોય જેથી માળિયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હરીપર ગામના પાટિયા પાસેથી પસાર થતી I-20 કાર શંકાસ્પદ લાગતા ગાડી રોકીને બે ઇસમોને અટકાવી કારમાં તલાશી લેતા 20 નંગ બેટરી અને 10 ઈન્વેટર મળી આવ્યા હતા. જેથી કારમાં સવાર આરોપીઓ ઉપેન્દ્ર મુરજી સુથાર (રહે.શિકારપુલ તા. ભચાઉ કચ્છ) અને ઉમરદીન અવેશ જુએજા (રહે.શિકારપુર તા.ભચાઉ કચ્છ) વાળાની સઘન પૂછપરછ કરતા બંને ઇસમોએ નેશનલ હાઈવે પર સીસીટીવી કેમેરામાં લાગેલ બેટરીઓ અને ઈન્વેટરોની ચોરી કર્યાની કબુલાત આપી હતી. અને સુરજબારી નેશનલ હાઈવે ટોલનાકાના મેનેજર પાસે ખરાઈ કરતા બેટરીઓ અને ઈન્વેટર ચોરી થયાનું જાણવા મળ્યું હતું. જેથી માળિયા પોલીસે બંને આરોપીઓ ઉપેન્દ્ર મુરજી સુથાર અને ઉમરદિન અવેશ જુએજા રહે બંને શિકારપુર ભચાઉ કચ્છ વાળાને ઝડપી લીધા હતા બન્ને આરોપીઓ પાસેથી બેટરી નંગ.20 (કિંમત રૂ.2,48,000) તથા ઈન્વેટર નંગ.10 (કિંમત રૂ.40,000 અને I-20 કાર નં.GJ-03-EC-4722 (કિંમત રૂ.1,50,000) મળી કુલ રૂ.4,38,000 નો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે